Monday, August 25, 2014

જીવનની ક્ષણભંગુરતા

"જેનું નામ છે તેનો નાશ છે. 

કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે - હે અર્જુન, અહી ઉભેલા કોઈ યોદ્ધાને તું હણે છે એ ભાવ મન માંથી કાઢી નાખ, આ દરેકને તો મેં ક્યારનાય હણી લીધા છે, તું તો નિમિત્ત માત્ર છે. તું ફક્ત કર્મ કર, ફળની આશા નહિ રાખ" 
. - શ્રીમદ ભગવદ ગીતા
પણ આજનો મનુષ્ય જીવનના આ એકમાત્ર સત્યને ભૂલી ગયો છે. અંતિમ સત્ય મૃત્યુને એ ફક્ત એક કલ્પના માને છે અને એટલે જ કર્મના બંધન માં જકડાતો જાય છે. આ તારું છે, આ મારું છે, હું રૂપાળો છું, તું કદરૂપો છે, હું ધનવાન છું, તું ગરીબ છે. હું શક્તિમાન છું, તું પામર છે, ..... પણ અંતે તો અગ્નિમાં જ ભસ્મીભૂત થવાનું છે દરેકે એ વસ્તુ ભુલાઈ જાય છે.

"વાસાંસી જીર્નાની યથા વિહાય, નવાની ગૃહ્નાતી નરો પરાની, તથા શરીરાની વિહાય જીર્નાની, અન્યાની સંયાતિ નવાની દેહી...."

અર્થાત જેમ વસ્ત્ર જીર્ણ થતા આપને વસ્ત્રને બદલી નાખીએ છે, તે જ રીતે શરીર પણ કાળક્રમે જીર્ણ થતા, આ આત્મા શરીર રૂપી વસ્ત્ર ને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે.

શરીર તો સમય થતા સાથ છોડી દેશે પણ જે સાથે રેહશે તે પોતાના કર્મો ...! માટે હે પામર માનવી, આ ક્ષણભંગુર શરીર રૂપી વસ્ત્ર ને શણગારવાનું છોડ અને પોતાના કર્મો ને સત્કર્મો બનાવામાં ધ્યાન આપ...!